Mission


  • શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ કરવા સ્કુલ, કોલેજ, છાત્રાલય, બાલમંદિર, પ્રાથમિક માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ, મહિલા શિક્ષણ, વ્યાયામ શાળા, વંચનાલયો ઉધ્યોગ શાળાઓ, ટેકનિકલ શિક્ષણની સંસ્થાઓ, બોર્ડિંગ, પ્રૌઢ શિક્ષણ, આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, મેડિકલ કોલેજો તેમજ ટેકનિકલ શિક્ષણ તથા જાસુસી પ્રવૃતિઓની સંસ્થાઓ સ્થાપવી અને ચલાવવી.
  • આરોગ્ય જાળવાણી માટે આરોગ્ય કેન્દ્ર સ્થાપવા, હોસ્પિટલ ચલાવવી તથા વિવિધ પ્રકારના મેડિકલ કેમ્પો ગોઠવવા તેવી પ્રવૃતિઓ દ્વારા તેમજ ગરીબલોકોના સ્વાસ્થ્ય અંગેનું ધ્યાન રાખવું.
  • બ્લડ બેન્કો સ્થાપવી. લેબોરેટરીઓ, નર્સિંગ હોમ, સ્થાપવા. તેમજ ગંભીર રોગો જેવાકે ક્ષય, પોલિયો, કેન્સર, એઇડસ જેવા રોગોથી કેવી રીતે બચવું તે વિષેની જાણકારી તથા માર્ગદર્શન આપવું અને તેને નાબુદ કરવાના પ્રયત્ન કરવા.
  • ગરીબ અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને કેળવણી ક્ષેત્રે જરૂરી તમામ પ્રકારની સહાય કરવી. ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિધ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે।
  • સમાજના યુવાન અને યુવતીઓ દ્વારા રક્તદાન જેવા શિબિરોનો કાર્યક્રમો યોજવા.
  • મહિલાઓમાં જાગૃતિ વધે, શિક્ષણનો ફેલાવો થાય, રોજગારીની તકો વધે, સામાજિક સમાનતા આવે, મનોરંજન મળે તેમજ સાંસ્ક્રુતિક વારસો જળવાઈ રહે તે માટે યુવા પ્રવૃતિ ઉત્તેજન આપવું તેમજ સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ નાનામાં નાના ગામડાઓ સુધી પહોચે તે માટેના પ્રયત્નો કરવા.
  • સમાજના ઉત્થાન માટે યુવા વિકાસ, બાલ વિકાસ, મહિલા વિકાસ, અંધ, અપંગ વિકાસ તેમજ સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત જાતિના વિકાસ માટેના પ્રયત્નો કરવા.
  • નિરાધાર તેમજ અનાથ અને વિધવા મહિલાઓ પોતાના પગભર થઈ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન તેમજ વેચાણ અંગેની તાલીમ આપવી.
  • સમાજના નિરાધાર ભાઈઓ અને બહેનોને રોજગારી મળી રહે તે માટે ટેકનિકલ પ્રકારના વર્ગો, બ્યુટી પાર્લર, મહેંદી વર્ગો, પાંચ વર્ગ, સીવાન વર્ગ, ભરગ ગૂંથણ વર્ગ, આએમ્બ્રોઇડરી તેમજ ફેશન ડિઝાઇનર ના વર્ગોની તાલીમ આપવી. તથા સ્વરોજગારી પ્રાપ્ત થાય તથા આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરવા.
  • ઘરડા લોકોની સેવા ચાકરી કરવી તેમનું મનોબળ વધે અને શારીરિક શક્તિ જળવાઈ રહે અને ઘડપણ સારી રીતે જીવી શકે અને તેમનું જીવન આનંદમાઈ બની રહે તેવા પ્રયત્નો કરવા. તેમના માટે ઘરડા ઘર ની સ્થાપના કરવી. તેમજ ઘરડા લોકોને રહેવા તથા ખાવા પીવાની તથા કાપડની સહાય કરવી.
  • વિધ્યાર્થીઓમાં સંગીતકળા ચિત્રકળા નાટ્યકલા સાહિત્ય કળા શિલ્પકલા નૃત્યકલા સ્થાપત્યકલા પોસ્ટર મેકિંગ વિવિધ પ્રકારના તાલીમ કેન્દ્રો શરૂ કરવા.
  • યુવાનો તથા યુવતીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે દરેક પ્રકારની રમત ગમતની હરીફાઈ યોજવી।
  • સંસ્થા દ્વારા અતિવૃષ્ટિ, રેલ્વે રાહત, વાવાઝોડા, ભૂકંપ અને રોગચાળા જેવા સંકટોમાં પીડિતોને જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવી.
  • પર્યાવરનને નુકશાન ન પહોચે તે માટે આડેધડ રીતે કપાતા વૃક્ષોને બચાવવા જાગૃતિ લાવવી. તથા વૃક્ષોરોપણ કરવું.
  • ગરીબ અને જરૂરિયાતવાળા અને શિક્ષિત યુવા વર્ગને સ્વરોજગારીના લાભો આપવા તેમજ તે દિશામાં તેમણે ઊભા કરવા. તે અંગે જરૂરી શિક્ષણ આપી રોજગારીની જરૂરી તકો ઊભી કરવી. તેમજ ગૃહ ઉધોયગોને પ્રોત્સાહન આપવું.
  • વિધ્યાર્થીઓના વિકાસ અર્થે કોમ્પુટર શિક્ષણના વર્ગોમાં સોફ્ટવેર, હાર્ડવેર પ્રોગ્રામિંગ તથા ઇન્ટરનેટનું શિક્ષણનું જ્ઞાન મળી રહે તે માટે કોમ્પુટર શિક્ષણી તાલીમ આપવી તથા તે અંગેના તલિંવર્ગો યોજવા.
  • સમાજમાં ચાલતા કુરિવાજો, કુટેવો, દુર્વ્યસનો, ભ્રષ્ટાચાર નિવારક પ્રવૃતિ દૂર કરવા માટે શિબિરો, સાંસ્ક્રુતિક કાર્યક્રમો, જાહેર પ્રદર્શનો, સેમિનાર કે સમ્મેલનો યોજવા. યુવમેળો તથા યુવા પેઢીને મદદરૂપ થવાના કર્યો કરવા.
  • સમજે જેને વિકલાંગ ગણ્યા છે તેમના વિકાસના કર્યો કરવા. અને અપંગ માનવીઓ અંધ, બહેરા, લૂલા, લંગડા, અંગહિન, તેમજ માનસિક મંદબુદ્ધિ વાળા અને ઇજા પામેલી વ્યક્તિઓને સર્વાંગી વિકાસના કર્યો કરવા તેમજ વૃદ્ધો માટે વૃધ્ધાશ્રમ, અનાથ માટે અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરવી.
  • અનુસુચિત જતી, જનજાતિઑ માટે વિકાસના કાર્યો હાથ ધરવા.
  • યોગક્ષેત્રે યોઅકેન્દ્ર, વ્યાયામ કેન્દ્રો શરૂ કરવા નિભાવવા તથા ચલાવવા.
  • સરકારશ્રી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અંગે લોક જાગૃતિ તથા સરકાર અર્ધ સરકારશ્રીની વિવિધ યોજનાઓ લોકજાગૃતિ અંગેની પ્રવૃતિ હાથ ધરવી.